જન્મદિવસ

(33)
  • 4.6k
  • 2
  • 840

આજે સવારે નિશા રોજ કરતાં થોડી વહેલી ઊઠી ગઈ હતી.નાહી ધોઈ ને પછી કિચનમાં ગઈ.ગૅસ પર ચા મૂકતાં મૂકતાં વિચારી રહી હતી કે વિજય ને તો કદાચ યાદ જ નહિ હોય કે આજે મારો બર્થ ડે છે.ચા ઉકાળવા મૂકી નિશા અંદરની રૂમમાં ગઈ જ્યાં ભગવાનનું મંદિર હતું.નિશા બે હાથ જોડી ભગવાન સામે ઉભી રહી પ્રાર્થના કરવા લાગી.અગરબત્તી ,દીવો કરી પાછી કિચનમાં ગઈ.ચા અને નાશ્તો ટેબલ પર મૂકી વિજયને બોલાવા ગઈ.વિજય તૈયાર થઈ બહાર આવતો જ હતો.નિશાને જોઈ બોલ્યો "શું વાત છે,આજે નવી સાડી પહેરી છે ,કંઈ ખાસ દિવસ લાગે છે."વિજય ને સામેથી યાદ નથી કરાવવું