Mission-X - 2

(24)
  • 4k
  • 5
  • 2.1k

વિક્રમે આર્યનને ટેકસીવાળા આલ્બટોની બધી માહિતી આપી હોય છે તેથી તે સાવધાનીપૂર્વક આલ્બટોના ફ્લેટ પર પહોંચી જાય છે. આર્યન આજુબાજુ નજર રાખીને બેહદ સાવધાનીપૂર્વક ફ્લેટનો દરવાજો ડુપ્લીકેટ ચાવીથી ખોલીને ફ્લેટની અંદર પહોંચે છે. આર્યન ફ્લેટમાં ચારે તરફ નજર દોડાવે છે પરંતુ ફ્લેટમાં કોઈ હોતું નથી. અચાનક, આર્યનને ફ્લેટના બેડરૂમમાંથી કોઈનો કણસવાનો અવાજ આવે છે. તે ઝડપથી બેડરૂમની અંદર જાય છે, ટેકસીવાળો આલ્બટો બેડરૂમની પથારી પર પડ્યો હોય છે. એવું લાગતું હતું કે, તેના આવ્યા પહેલા જ કોઈએ તેને ગોળીએથી વીંધી નાખ્યો હતો. તે પોતાના આખરી શ્વાસ ગણી રહ્યો હતો. આર્યન તેની પાસે જઈને તેને કમરેથી ઊભો કરે છે પછી પોતાનો