ફોન મુક્યા પછી જૈમિક મનમાં ખાલી એક જ પ્રશ્ન પૂછે છે પોતાની જાતને કે આજ સુધી સવારનો સૂરજ નથી જોયો તો શું સવારનો જોઈ શકાશે ખરો.......? મતલબ કે વહેલા ઊઠી જવાશે ખરું........? પછી મોબાઇલમાં અલાર્મ મૂકીને સુઈ જાય છે કેમકે અલાર્મ વિના ઉઠવું એ એની માટે ખૂબજ મોટા પડકારરૂપ છે જે એ સારી રીતે જાણે જ છે. સવારના પાંચ વાગ્યા આસપાસ બહાર જવાનું હતું તો વહેલાં ઊઠીને જાઉં પડશે એવું મનમાં એટલું ફર્યું કે અલાર્મ વાગે એ પહેલાં જ ચાર વાગ્યે ઊઠીને તૈયાર થઈ ગયેલ જૈમિક પોતાને