જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 47 લેખક – મેર મેહુલ દોઢ વર્ષ પછી હું સુરત પરત ફર્યો ત્યારે ઘણુંબધું બદલાય ગયું હતું.મારું નામ પણ લગભગ સૌ ભૂલી જ ગયા હતા.પણ હું કંઈ નહોતો ભુલ્યો.મારે એક સાથે ઘણાબધાં કામ કરવાના હતા.મારાં બાપુના મૃત્યુનું રહસ્ય પણ હજી અકબંધ હતું.મારે સૌથી પહેલા એ જ જાણવું હતું. મેં વેશ પલટો કરી લીધો જેથી કોઈ મને ઓળખી ના શકે. જોકરના લિબાસમાં હું મારાં પહેલા કામને અંજામ આપવા નીકળી ગયો.મારે લાલજી પટેલને દબોચી માહિતી ઓકાવવી હતી.રાત્રે એ મોડે સુધી તેની ટ્રાવેલ્સની મુખ્ય ઑફિસે હોય એ મને ખબર હતી એટલે બાર