આસ્વાદ પર્વ - ભાગ ૧

  • 7.7k
  • 2.6k

શીર્ષક:સરસ્વતીચંદ્ર વિજયરાય વૈદ્ય કહે છે તેમ પ્રણયકથા નિમિત્તે સંસ્કૃતિ કથા એટલે સરસ્વતીચંદ્ર પણ મારી નજરે સરસ્વતીચંદ્ર એટલે પ્રેમની સંકુચિત માનસિકતા ને વેરવિખેર કરી આ સમાજ ને સમગ્ર લક્ષી દ્રષ્ટિકોણથી મુલવતી નવલકથા જેમાં પ્રેમી અને પ્રેમિકા ને જેટલી મિલનની આશા નથી તેટલી આશા સમાજના લોકોના હિત માટે ઘડાયેલી કલ્યાણ ગામ ની યોજના નો અમલ કરવાની છે આનાથી મોટુ સમાજ સેવા માં વિશ્વાસ ધરાવતું પ્રેમી યુગલ જે ત્યાગ ના મહાસાગરમાં ડૂબતું રહ્યું છે એવું ઉદાહરણ બીજા કયા સાહિત્યમાં મળે? લેખકની દ્રષ્ટિએ સરસ્વતીચંદ્ર:- મહાનવલ ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી આમ તો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય કુટુંબ વ્યવસ્થા પર નિબંધો લખતા હતા પરંતુ