શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૧

(20)
  • 3.2k
  • 2
  • 1.4k

ઇશાન ઘણી ખરી સ્વસ્થ અવસ્થામાં આવી ગયો હતો. પરંતુ હજુ તેના મનમાં સુનિતા વિષેના વિચારો ચાલતા હતા. ‘તો...! મિસ્ટર ઇશાન! કેવું છે તમને?’, ઇંસ્પેક્ટરે રૂમનો દરવાજો ઉઘાડતા જ કહ્યું. ‘સારૂ છે.’, ઇશાને ટૂંકમાં પતાવ્યું. ‘મારૂં નામ છે, ઇંસ્પેક્ટર વિજય...!’ ‘નમસ્તે સાહેબ...!’, ઇશાને ઉડાઉ પ્રત્યુત્તર આપ્યો. ‘સીધી વાત કરૂ છું, તમને ગોળી છાતીમાં વાગી...એટલે કે ગોળી ચલાવનાર તમારી સામે ઊભો હશે. તમે તેને જોયો જ હશે... મને ખાલી તેના વિષે જણાવો... તેનો ચહેરો, પહેરવેશ, કોઇ ખાસ વાત જે તમારા ધ્યાનમાં આવી હોય...’, વિજય ટેબલ પર પડેલ સફરજનને દડાની માફક હાથમાં રમાડવા લાગ્યો. ‘ના... સાહેબ!