વનિતા ની વેદના - 2

  • 3.6k
  • 1.1k

મધ્યમવર્ગીય ખેડૂત પરિવારમાં પાંચ બહેનો અને કેટલીય માનતા અને ટેક રાખ્યાં બાદ જન્મેલ ખોટ નો ભાઈ એમાં સૌથી મોટી વનિતા. ખેડૂત પુત્રી હોવાથી ભરપૂર માત્રામાં મહેનત, પ્રામાણિકતા અને ધૈર્ય તેને લોહી નાં વારસામાં જ મળેલાં. ઢીંગલા-પોતિયા થીં રમવાની ઉંમરે જ પોતાના નાનાં ભાઈ-બહેન નેં રમાડવાની જવાબદારી શિરે હતી, ખુબ જ હોંશે ‌પોતાના બા વાડીએ થી ના આવે ત્યાં સુધી ભાઈ બહેનો ને સાચવતી એની ભણવાની ઉંમર માં ભાત બનાવી તે બનાવેલ ભાત આપવા ખેતરે દેવાં જવામાં જ જતી રહી.સમય સાથે બાર વરસ પુરા કરી દેવદિવાળી ના દિવસે તેરમાં વરસમાં બેઠી."સાંભળે છો વનિતા ની મા ,આજે મે'માન આવવાનાં છે