મનમાં ઘણી ચાલી રહી છે ઉથલપાથલ;દોસ્ત! વિચાર મનને કરી રહ્યા છે પાગલ!મીરાં અત્યાર સુધી પરિસ્થિતિને સાચવી શકી હતી, પણ જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ એને અમનની ચિંતા વધતી જતી હતી આથી મીરાંના ચહેરા પર એ ભાવ હવે ઉપજી રહ્યા હતા. સૌ મીરાં અને અમનની મિત્રતાને જાણતા જ હતા આથી મીરાંના ચહેરા પર ઉપજતા હાવભાવ હજુ સત્ય હકીકતને છુપાવવાની ક્ષમતા ધરાવતા હતા. મીરાંની મનઃસ્થિતિ ફક્ત મીરાં જ જાણતી હતી. મીરાં અનેક વિચારોને અંકુશમાં રાખવાનો ખોટો પ્રયાસ કરતી હતી, અંતે રાત્રે મીરાંએ તેના મમ્મીને પૂછ્યું, 'અમનના શું સમાચાર છે? એને કેટલી ઈજા પહોંચી છે?' મીરાં આટલું તો એની મમ્મીને