અજાણ્યો શત્રુ - 13

(16)
  • 3.2k
  • 3
  • 1.4k

છેલ્લે આપણે જોયું કે બોસના કહેવાથી રાઘવ ત્રિષા સાથે સારી રીતે વર્તે છે. પણ તેનું વર્તન ત્રિષાને સમજાતું નથી. ક્યારેક તે લાગણી દર્શાવે તો ક્યારેક એકદમ રૂક્ષ થઇ જાય. હવે આગળ........ ********* રાઘવના ગયા પછી ત્રિષા કેટલીય વાર એમજ જડની જેમ અગાસી પર ઊભી રહી તેનો પોતાને ખ્યાલ રહ્યો નહતો. રાત ઘેરાતી જતી હતી. વાતાવરણમાં ઠંડક વધતી હતી. અચાનક હવાની એક ઠંડી લહેર આવી, અને ત્રિષા ઠંડીથી ધ્રુજી ઊઠી. તે ઝડપથી નીચે પોતાના રૂમમાં ચાલી ગઈ અને ધાબળામાં ભરાઈ ગઇ. એવું નહતું કે રાઘવના વિચારો કે એનું કથન એ ભૂલી ચુકી હતી. રાઘવના શબ્દો હજુ તેના કાનમાં પડઘાતા હતા.