ભોંયરાનો ભેદ - 4

(36)
  • 5.8k
  • 2
  • 3.4k

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૪ : કાણાંવાળી હોડી ફાલ્ગુની, મીના, ટીકૂ, વિજય અને શીલા ખૂબ આનંદમાં હતાં. હંમેશા ભારે મોઢું રાખીને ફરતી શીલા પણ આ ચાર આનંદી દોસ્તોના સાથમાં જાસૂદના ફૂલની જેમ ખીલી નીકળી હતી. આખે રસ્તે વધારેમાં વધારે બોલતો હતો ટીકૂ. એ દિનકરકાકા વિશે, એમની શોધખોળ વિશે, એમના ઈતિહાસ વિશે અને કચ્છના કાંઠા ઉપર ચાલતી દાણચોરી વિશે ઉટપટાંગ વાતો બોલ્યે રાખતો હતો. એની બોલી જ એવી વાંકી કે સાંભળનારાને હસવું આવી જાય. આખરે એ લોકો શીલાના ઘર પાસે આવી પહોંચ્યાં. એટલે એ બોલી : ‘ચાલો, થોડી વાર અમારે ઘેર બેસો. થાક ઉતારો અને કશોક નાસ્તો કરો.’ ‘પણ