કુદરતનો કોપ અને માલવણ નું બચપણ

  • 2.4k
  • 786

ઘૂઘવતા અરબી સમુદ્ર ના મોજા ઉછળી ને પથ્થરો ઉપર જોર થી પટકાતા હતા.અને પાણી ની બુંદો હવા સાથે મળી ને જાણે આછી છાલક મોઢે મારી રહી હતી.જ્યાં નજર નાખો ત્યાં માત્ર ને માત્ર દરિયો અને એના ગાંડા તુર અંદાજ માં આગળ વધી રહ્યો હતો માથે ચઢેલ સુર્ય ના પ્રખર પ્રકાશ માં જાણે જોઈ શકાતું નોહતું ,પણ ડાહ્યા ટંડેલ ને પથ્થરો ના પાળા નજીક બનેલા એના ફળીયા ની યાદ તરો તાજા થતી હતી કિનારે બનેલ એ છાપરી અને એમાં બેસી ને એની જુવાની માં મારેલા એ ગપ્પા, રમતો પાના શ્રાવણીયો જુગાર, તમામ ચિજો આજે પણ એની આંખ સામે તરી રહી હતી