નેલ્સન મંડેલા મહાત્મા ગાંધીની સત્ય અને અહિંસાથી પ્રેરાઈને દક્ષિણ આફ્રિકામાં અશ્વેતો ( કાળા લોકો ) ના અધિકારો માટે લડનાર નેલ્સન મંડેલાને, તે વખતની વ્હાઇટ લોકોનું પ્રભુત્વ ધરાવતી સરકારે જેલમાં પૂર્યા હતા. 10 × 10 કરતાં પણ નાની નાની ઓરડીમાં તેઓ 27 વર્ષ સુધી રહ્યા.તે વખતે પ્રમુખ હતા પી. ડબલ્યુ. બોથા. 27 વર્ષ સુધી નેલ્સન મંડેલાને ત્યાંની સરકારે ઘણી યાતનાઓ આપી.યાતનાઓ પણ એવી કે જો કોઈ સામાન્ય માણસ હોય તો ગાંડો થઈ જાય.પરંતુ તેઓ એ યાતનાઓના સમયે પણ પોતાના આત્મબળના કારણે સ્થિર બુદ્ધિ રહ્યા અને તેમના