ભૂતને જોવાની ઈચ્છા કેટલી ભયાનક હોઈ શકે ?? - ભાગ 3

(25)
  • 4.9k
  • 2
  • 2k

સાંજના સમયે જ્યારે સૂરજની રોશની ગુમ થવાની તૈયારીમાં હોય અને શાંત વાતાવરણમાં દરિયાના પાણીના મોજાંનો અવાજ પણ કંપારી કરાવી જતો હોય તેવા વખતે પેલો ભુવો આવું બોલે તો ભલભલાનો પસીનો છૂટી જાય. દરિયાકિનારે તે સમયે જ્યંતી, ઠાકોર, છગન અને પેલો ભુવો એમ ચાર જણ જ ઊભાં હતાં છતાં ભુવો એવી રીતે વાત કરી રહ્યો હતો કે જાણે તેની સાથે બીજું પણ કોઈ છે. પરંતુ અત્યારે એવી સ્થિતિ હતી કે તેઓ ત્યાંથી પાછા વળીને ભાગી શકે તેટલી તેઓમાં તાકાત પણ નહતી કે નહોતી આગળ વધવાની તાકાત. પરંતુ હવે પરિસ્થિતિનો સામનો કરવા સિવાય કોઈ છૂટકો પણ હતો નહિ એટલે તેઓ ભગવાનના નામનું