મેલું પછેડું - ભાગ ૯

(34)
  • 3.8k
  • 2
  • 1.8k

મારે ઇ નાથા ને મળવું સે ને પુસવુ સે કે એને મારા પરેમ મારા વસવાસ ને કેમ તોડ્યો’. હેલી દાંત કચવતા બોલી. ‘ આવા સમયે તો અજાણ્યો માણહ પણ જો કોઈ સતરી (સ્ત્રી) હારે આવું થાતા જુએ તો બચાવા દોડે ને આને તો પોતાનો થય પીઠ માં ખંજર ભોંક્યું’ બોલતા બોલતા હેલી ના શ્વાસોચ્છવાસ ખૂબ તેજ ચાલતા હતા. ફરી બોલી, ‘મારે ઇ પરબત ને સજા અપાવી સે જેને મારા શરીર ને મેલું કયરું, મારા આતમ ને ઘા આપ્યો ,જેને પોતાની હવસ માં મારો જીવ લીધો .