બધા લોકો ખુશ હતા. હવે યામન પરથી દુઃખો દૂર ભાગી ગયા હતા. રાજા માહેશ્વરે નિયાબી અને એમના મિત્રોનો આભાર માન્યો અને એમને મહેલમાં મહેમાન બનાવી રાખવામાં આવ્યા. કંજ પણ એમની સાથે જ હતો. બીજા દિવસે નાલીનનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું. ને ખોજાલના હાથપગ કાપીને જંગલમાં નાંખી દેવામાં આવ્યો. યામનમાં હવે ચારેતરફ ખુશીઓ જ ખુશીઓ હતી. રાજા માહેશ્વર: રાજકુમારી નિયાબી તમે તમારા દાદાની પરંપરા જાળવી. ને તમારી દાદાની જેમ તમે પણ યામનની મદદે આવ્યા. એ માટે હું આપનો ખુબખુબ આભારી છું. નિયાબી: રાજા માહેશ્વર તમારે આભાર માનવાની કોઈ જરૂર નથી. અમે જે પણ કઈ કર્યું એ અમારી ફરજમાં આવતું હતું. ને