હર્ષ આ દુનિયામાં નહોતો રહ્યો. બસ એની યાદો તે અહીં વિખેરીને ચાલ્યો ગયો હતો. અચાનક આમ હર્ષના જતાં રહેવાથી તેનાં મિત્રો સદમામા હતાં. હર્ષ બિન પરિવારનો એક અનાથ હતો. તેના જીવનમાં તેના મામાનું મોટું હાથ હતું. મામા એક બિઝનેસમેંન હતાં. અને એમનાં કારણે જ હર્ષને પૈસાની બાબતે કોઈ ખોટ ક્યારેય નહોતી આવી. હર્ષના મામી હર્ષને તેમના પુત્રથી પણ વધારે આગળ રાખતાં. બસ બીજું શું જોઈએ એક એકલવાયું જીવન જીવતા વ્યક્તિને? ક્યારેય માતાપિતાની કમી મહેસુસ નહોતી થવા દીધી. પરંતુ, કહેવાય છે ને? પ્રેમમાં કાંતો તમે સફળ થશો કાંતો અસફળ. હર્ષ પ્રેમમાં હારી ગયેલો. તેણે તેનું બધું જ ગવાવી દીધેલું. હર્ષ