રાત્રે જમીને જૈમિક છત પર બેઠા બેઠા વિચાર કરે છે કે ખરેખર નસીબ પણ ખરાં છે હા.......! હું આજ સુધી એવું જ માનતો હતો કે કોઈ માણસ એટલું પણ સારું ના હોય કે આપણે વારંવાર બસ એને જ યાદ કર્યાં કરીએ પણ નેત્રિને મળ્યાં પછી એ માનવું રહ્યું કે માણસ ફક્ત સારું નઈ પણ ખૂબજ સારું હોઈ શકે છે. એને મળ્યાં પછી જાણે એકલા બેસી રહીને ફક્ત એને યાદ કરવાની પણ મજા કાંઇક અલગ છે. કોઈપણ કારણ વિના એને યાદ કરીને મનમાં જ મલકાતા રહેવું એ પણ