અજનબી હમસફર - ૨૧ - છેલ્લો ભાગ

(37)
  • 4.5k
  • 3
  • 1.4k

રૂમમાં ગુલાબની પાખડીઓથી " I love you Diya" લખ્યું હતુ . આખો રૂમ ફૂલોથી અને ફુગાથી શણગારેલો હતો અને રાકેશ તેની સામે ઉભો હતો. દિયા ઝડપથી રાકેશ પાસે ગઈ , તેના બંને ગાલ પર પોતાના હાથ રાખી અને કહ્યું ,"તુ ઠીક છે ને? તને કંઈ થઈ ગયું હતું ને તો આ બધું ?આ બધું શું છે રાકેશ?" દિયાની વાત સાંભળી રાકેશ પોતાના ઘુટણ પર નીચે બેઠો પોતાનો હાથ દિયા તરફ લંબાવીને કહ્યું , " દિયા, સવારની ચા થી માંડીને સાંજની આઇસ્ક્રીમ સુધી હું તારો સાથ માંગું છું. પગપાળા ચાલવા થી માંડીને કારમાં લોંગ ડ્રાઈવ સુધી હું તારો સાથ માંગું છું.