જૂની શેરી।...... બચપણ માં છુટા પડ્યે વર્ષો થઇ ગયા, સાથે રમેલી સંતાકૂકડી માં, ખબર નહીં ક્યાંય ખોવાઈ ગયા! જાડી માસીના આંગણે જઈને, ઉઠાડી દઈને મચાવેલી ધૂમ, ભરબપોરે બધાને ભેગા કરીને, આખી શેરી ગજાવવાની મજ આપણી, અગાસી પાર જઈને કચુકા ને આમલી ને, રેતીના ઢગલામાંથી સ્ટોનની શોધખોળ, શેરીના ગલૂડિયાં માટે ડોગ-હાઉસ બનાવવા, ઈંટ-માટી ભેગા કરવા, એ બધું જાણે ભુલાઈ જ ના ગયું હોય! શેરી છૂટી, શહેર પણ છૂટ્યું, આજે તે યાદ તાજી બની ગઈ, ઘણા સમયે પગલાં અહીં પડ્યા તો, ને જૂના પણ થોડા બદલાયેલા, સાદ સાંભળીને જરા પાછળ ફરું ત્યાં તો, જૂની પેલી મિત્રો ની ટોળી, મને ઓળખાવા