બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૮

  • 2.5k
  • 2
  • 922

અધ્યાય ૮ વહેલી સવારે મિનલે બધા માટે ચા-નાસ્તો બનાવી દીધો, અને પોતાના માટે ટિફિન પણ ભરી દીધું. અર્જુને આજે કામ પરથી રજા લીધી હતી, એ જગાકાકાને વડોદરા શહેર ફેરવવા લઈ જવાનો હતો. હિરલે પણ કમાટી બાગ જવાની જીદ પકડી હતી. ચા-નાસ્તો કરી અર્જુન, જગાકાકા અને હિરલ પોતાના રસ્તે નીકળી પડયા, જ્યારે મિનલ શર્માજી સાથે પોતાની ઓફીસના રસ્તે વળી. રિક્ષામાંથી ઉતરી રિક્ષાવાળાને પૈસા આપતી મિનલ ની નજર અચાનક જ સામેના મોલના પગથિયાં પાસે ચાદર પાથરીને બેઠેલી એક છોકરી પર પડી. ઉનાળાની સવાર હતી અને દસેક વાગ્યાનો સમય. સૂર્ય ધીરેધીરે એના તાપનો ત્રાસ વધારી રહયો હતો. એવા સમયે એ છોકરી જે અંદાજે