આગળના ભાગમાં આપણે જોયું કે દિશા કહેશે એમ જ કરવા માટે રુચિ તૈયાર થઈ ગઈ, દિશા પણ હવે આગળ શું કરવું અને રુચિ શું વિચારે છે તેને જ પ્રાધાન્ય આપવા માંગતી હતી. બપોરે જ્યારે જમીને રુચિ સુઈ ગઈ તે દરમિયાન દિશા પોતાના મોબાઈલમાં ''અભિવ્યક્તિ'' એપ ખોલીને બેસે છે. તેમાં ચાલતી લેખન સ્પર્ધામાં પણ ભાગ લે છે. પોતાના મનમાં ઉઠતા વિચારો અને વાંચન માટે આ એપ તેના માટે ઘણી જ ઉપયોગી બની ગઈ હતી. હવે તો તેને લાઇબ્રેરીમાં પણ જવાની જરૂર રહી નહોતી. તે અવાર-નવાર કંઈક તેમાં લખવા લાગી હતી. રાત્રે રોજની જેમ આંટો મારવા જતા દિશાએ આગળ શું કરવું તેના