યોગ-વિયોગ - 26

(309)
  • 26.4k
  • 16
  • 17.9k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૬ સંજીવ એક કલાકથી અનુપમા સાથે માથાં ઝીંકી રહ્યો હતો. અનુપમાએ આખા મહિનાની બધી ડેટ કેન્સલ કરી હતી અને સળંગ અલયને તારીખો આપવાનું કહી રહી હતી. ‘‘પણ મેડમ, એની ફિલમના હજુ ઠેકાણા નથી.’’ ‘‘પડશે, પડશે, એનું ઠેકાણું પડી જશે, મેં શૈલેષ સાવલિયા સાથે વાત કરી છે. એક સારા માણસે બીજા સારા માણસ સાથે ધંધો કરવો જોઈએ... શૈલેષ સાવલિયાએ બે હિટ પિક્ચર આપ્યાં છે. આ ત્રીજું પણ...’’ ‘‘મેડમ, તમે એને ઓળખો છો ? ફ્રોડ હશે તો ?’’ ‘‘નહીં હોય.’’ ‘‘પણ મેડમ, રાજીવ ગુપ્તા, મહેશ અચરેકર અને મકસુદ મુસ્તાક... મેડમ, આ બધાને આપણે તારીખો આપી છે. સન્ની,