આત્માની અંતિમ ઇચ્છા - ૭

(71)
  • 5.1k
  • 4
  • 2.3k

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૭ લોકેશને પહેલાં તો એમ લાગ્યું કે લસિકાને તરતા આવડતું હશે. અને તે તરત જ પાણીમાં તરતી દેખાશે. તળાવની પાળ પરથી અચાનક લપસીને પાણીમાં પડેલી લસિકાનું માથું પાણીની ઉપર જ ના આવ્યું. લોકેશને થયું કે જો તેને બચાવવામાં નહીં આવે તો તરત જ જીવ ગુમાવશે. લોકેશે વધારે વિચાર કર્યા વગર પાણીમાં છલાંગ મારી. તેને તરતા આવડતું હતું. નાનપણમાં જ તેને મિત્રોના સહકારથી પાણીમાં તરવાની તાલીમ બાળરમતો રમતાં-રમતાં મળી ગઇ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં તળાવ-નદી અને કૂવા જેવી ઊંડા પાણીવાળી જગ્યાઓ હોય ત્યાં બાળકોને તરવાની તાલીમ મળી જ જાય છે. લસિકા એક છોકરી હોવાને કારણે આ તાલીમ મેળવી શકી