સવારના સાત વાગી ગયા હતાં. ઝલક તેના પિતા સાથે તેની ગામમાં આવેલી શાળામાં પ્રવેશ મેળવવા ગઈ હતી. પ્રવેશ મેળવ્યા ના બીજે જ દિવસે શાળા શરૂ થઈ હતી. ઝલક શાળાએ નિયમિત અને સમયસર જતી. અને તે ભણવામાં પણ ખૂબ હોંશિયાર હતી તેમજ તે ખૂબ જ શાંત હતી ઉપરાંત ખૂબ ડાય વિદ્યાર્થીની હતી. શરૂઆત ના દિવસો માં તો કોઈ એક -બીજા ને ઓળખતાં ન હતાં પરંતુ જેમ - જેમ દિવસ વીતતા ગયા તેમ-તેમ બધાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે મિત્ર અને બહેનપણીનો સંબંધ થવા લાગ્યો હતો. પરંતુ , આ ઝલક એક એવી વિદ્યાર્થીની હતી કે તેને કોઈ મિત્ર પણ