“ઓહ...! મને નહોતી ખબર તમે બધું જ તમારી વાઈફને કહીને કરો છો!” ઉર્વા ધારદાર નજરે ઉર્વિલ સામે જોતા બોલી ને પછી ઉમેર્યું, “તો તો મારી મધર વિષે, રેવા વિષે પણ ઇન્ફોર્મ કર્યું જ હશે ને બધું...!” “ચાલો વોક પર જઈએ...” આગળ કંઈજ દલીલ કર્યા વિના ઉર્વિલ ઉભો થઇ દરવાજા તરફ ચાલવા લાગ્યો ને ઉર્વા પણ વિજેતાની મુસ્કાન સાથે દરવાજાની બહાર નીકળી ગઈ. સવારનો સોનેરી તડકો રોડ પર પ્રસરવાની તૈયારીમાં હતો. વાહનોની સામાન્ય અવરજવર શરુ થઇ ગઈ હતી. ફૂટપાથની એક તરફ ઉર્વા અને ઉર્વિલ ચુપચાપ ચાલી રહ્યા હતા. સેંકડો સવાલો ઉર્વિલના હોઠ સુધી આવીને રહી જતા હતા. એમાંથી એકપણ સવાલ ઉર્વાને