અનોખું લગ્ન - 1

(22)
  • 5.4k
  • 5
  • 2.6k

"લગ્ન ની સાંજ" એ દિવસે સવાર થી જ ઘર માં ચહલ - પહલ હતી. ઘર નાં બધાં સદસ્યો કોઈ ને કોઈ કામ માં પરોવાયેલા હતાં. કોઈ મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા કરતું હતું, તો કોઈ એમના જમવાની , કોઈ આવતીકાલ ની વિધિ માટે ના સામાન ની લિસ્ટ બનાવવામાં વ્યસ્ત હતું , વળી નાના બાળકો આંગણા માં લીલાછમ લીમડા ના છાંયે એમની જ મસ્તી માં વ્યસ્ત હતાં. કેટલાક વડીલો એ જ લીમડા ના છાંયે ખાટલો પાથરી બેઠા - બેઠા અહીં - તહીં ની વાતો કરતા હતા. એટલે વાત એમ હતી કે બીજા દિવસે મીરલ ના ફોઈ ની છોકરી