કપિલાની કથા

  • 3.9k
  • 1
  • 872

કપિલા કૉલેજમાં આવી એ વખતે જ એણે નકકી કરી નાંખેલું કે કૉલેજમાં કોઈ પૈસાદાર નબીરો શોધી કાઢી એને પ્રેમ કરવો છે,બાળપણ અને કિશોરાવસ્થા તો નિમ્ન મધ્યમવર્ગમાં કાઢી છે પણ હવેની જીદંગી રાજરાણી થઈને જીવવું છે.કપિલા સ્વરૂપવાન હતી એટલે એ એમ માનતી કે સુંદર છોકરી પાછળ છોકરાઓ ફૂલ પર ભમરા મંડરાતા હોય એમ મંડરાતા હોય છે.એની વાત પણ સાચી હતી.કૉલેજના શરૂઆતના દિવસોમાં જ એ કૉલેજીયન છોકરાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી હતી.ઘણા છોકરા એની પાછળ ફિલ્ડીંગ ભરવા લાગેલાં.કપિલા પણ એ જોઈને હરખાતી હતી અને ઈશ્વરનો મનોમન આભાર પણ માનતી કે ભલે તેં મને પૈસાદાર નથી