પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:20 મે 2002, અબુના, કેરળ આજની રાત અબુનાવાસીઓ માટે કયામતની રાત હોય એવું ભાસતું હતું. આકાશને કોઈએ તપાવીને લાલચોળ કર્યું હોય એમ એનો રંગ રાતો થઈ ચૂક્યો હતો. પવનની ગતિ પણ પસાર થતી દરેક મિનિટ સાથે વધી રહી હતી. અંધારાની ચાદર ઓઢીને શંકરનાથ પંડિત, સૂર્યા અને ફાધર પોલ જોનાથન તળાવની બીજી તરફ આવી પહોંચ્યાં હતાં. ઘડિયાળનાં કાંટા ધીમી પણ મક્કમ ચાલે આગળ વધી રહ્યાં હતાં. આગળ શું બનવાનું હતું એ વિશે વિચારી એ ત્રણેયનાં હૃદયનાં ધબકારા વધી ચૂક્યાં હતાં. ભૂલથી જો નીચે પડેલાં વૃક્ષનાં સૂકાં પત્તાં પર પગ મુકાય જાય તો પણ તેઓ સાવધ થઈ જતાં. તળાવ