પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ ઓલમ્પિક ટ્રાયથ્લોન ભાગ - 6 Triathlon એટલે પહેલા સ્વિમિંગ પછી સાઈકલ અને પછી દોડવાનું હોય. અમદાવાદ માં સ્પોર્ટ ક્લબ ખાતે Sprint Triathlonની યોજના થઇ અમને ખબર પણ ન હતી કે કેવી રીતે થાય અને શું કરવાનું હોય. અમેરિકાથી કોઈ લેડી આવી અને અમને સમજણ આપી. મેં અને નંદીશ કે જે મારા જેવો એથ્લેટિક હતો અમે તેમાં નામ નોધાયું. નંદીશે મારી સાથે ઘણી મેરાથોન અને સાઇકલ્થોનમાં ભાગ લીધો. અમે બંને સાથે સમય પસાર કરતા. ફાધર અને સન માં બોન્ડીંગ વધ્યું. 2014 માં Sprint Triathlon કે જેમાં સ્વિમિંગ, સાઈકલ અને રનીંગ હતું તે સાથે કર્યું.