‘આ ઘડિયાળ વિષે સંપૂર્ણ માહિતી મળી ગઇ છે...?’, શ્યામાએ પરેશ સામે જોયું. સવારના ૦૭:૦૦ કલાકે, પરેશના રૂમમાં શ્યામા અને પરેશ ટેબલ પર બન્ને ઘડિયાળ મૂકીને તેનો અભ્યાસ કરી રહેલા. વિવેક તેમની પાસે બેસીને બધી ગતિવિધીઓ નિહાળી રહ્યો હતો. શ્યામાએ ઘડિયાળોના ઉપરનો ભાગ દેખાય તેવી રીતે ટેબલ પર મૂકેલી. અર્ધમાનવ અને અર્ધપશુ તેમજ તાજ અને તલવાર એક તરફ તો બીજી તરફ ઇસ્ટ ઇંડિયા કંપનીની સંજ્ઞા દેખા આપી રહેલી. ‘તારી પાસે બન્ને ઘડિયાળ કેવી રીતે આવી?’, પરેશે શ્યામા તરફ આશ્ચર્યથી જોયું. ‘એ જાણવા કરતા આનું રહસ્ય ઉકેલવામાં મારી મદદ કરો.’ ‘હા! એ તો હું કરીશ