વાત એક ગોઝારી રાતની - 2

(35)
  • 4.9k
  • 3
  • 2.1k

ભડભડ બળતી ચિત્તાનું અજવાળું હજુય મસાણના વિસ્તારને અજવાળું હતું.બોરડી અને કંઠેરના કાંટાળા ઝાડવાં પર અનેકરંગી કપડાં (કાંટિયાં) ટિંગાતાં હતાં. ધીમા પવનના કારણે એ કાચાં કપડાંમાં થતો ફડફડાટનો અવાજ વારે ઘડીએ અલીને ઉપર જોવા મજબૂર કરતો હતો. ભડભડ બળતી ચિતા શરીરને કંઈક અંશે ગરમાટથી ભરી દેતી હતી. ઘણીવાર અલી તળાવમાં જાળ નાખી બીડી સળગાવવા મસાણે આવતો.એકવાર અલીના સાથી મિત્ર અરજણે કહેલું"યાર,કોક દી એવી પળ ભજી ગઈ તો આપણે બીડી પીવા મસાણે આવવાની ખો ભૂલી જવાના!"ત્યારે અલીએ પોતાની પાસે રહેલી માછલી પકડવાની જાળનું ગુંચળું આગળ કરી કહેલું. જ્યાં સુધી આ વસ્તુ આપણી પાસે હોય આખું મસાણ જાગી જાય તો પણ આપણો વાળ વાંકો ન