પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-60 માનસ અને મનસા ક્યારથી ગુરુ અઘોરનાથને સાંભળી રહેલાં અને એક એક શબ્દે શબ્દે એમને એ પળો નજર સામે આવી રહી હતી. એમની આખોમાંથી અશ્રુ વહી રહેલાં... માનસને વિચાર આવ્યો કે આટલી પરાકાષ્ઠાએ પ્રેમ કર્યા પછી વૈદેહીની વિવશતાઓ જાણતો હોવાં છતાં મને એની પાત્રતા પર સંદેહ કેમ થયો ? કેમ મેં એનાં પર શંકા કરી ? અઘોરનાથે માનસનાં મનનાં માનસપટ આવેલાં અત્યારનો વિચારો જાણે વાંચી લીધાં. એમણે માનસ તરફ જોઇને કહ્યું માનસ તને શંકા જવાનું પહેલું કારણ તું માણસ છે ઇશ્વર નહીં. વૈદેહીની વિવશતાઓમાં પણ તને એવું હતું કે એ બંડ પોકારે અને વિરોધ જતાવીને તારી પાસે આવતી