પ્રેમનું વર્તુળ - ૫

(27)
  • 4.9k
  • 1
  • 2.4k

પ્રકરણ-૫ લગ્ન વિષેનો નિર્ણય રેવાંશ અને વૈદેહીની મુલાકાત હવે પૂર્ણ થઇ ગઈ હતી. રેવાંશનો પરિવાર વૈદેહીના ઘરેથી નીકળી અને ફરી પાછો પોતાના ઘરે આવી ગયો હતો. રેવાંશ હજુ કઈક દુવિધામાં હતો એવું એના ચેહરા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું. વૈદેહીના ઘરેથી પાછા આવ્યા પછી બધાએ થોડીવાર આરામ કર્યો. લાંબો સફર કરીને બધાં ખુબ થાકી ગયા હતા એટલે સાંજે આજે કોઈને બહુ જમવાની ઈચ્છા નહોતી. રેવાંશના પિતાએ એની મમ્મીને જમવામાં વઘારેલી ખીચડી બનાવવા કહ્યું. મહેક અને એની મમ્મી બંને રસોઈની તૈયારી કરવા લાગ્યા. મહેક ખીચડીમાં નાખવાનું શાક સમારી રહી હતી. અને એની મમ્મીએ દાળ ચોખા પલાળ્યા. રસોડામાં કામ કરતા મહેક બોલી,