ધર્મની બહેન

(42)
  • 4.1k
  • 1k

ધર્મની બહેન***********"શ્રુતિ ! રાહ જોવાની મુક ને ચાલ જમવાનું આપી દે. કઈક કામ આવી ગયું હશે કિશનને..."ધનંજય શ્રુતિની આંખો વાંચી ગયો હોય એમ એનું ધ્યાન બીજે વાળવા કોશિશ કરવા લાગ્યો. આટલા વર્ષોમાં શ્રુતિ આટલી વિહ્વળ બની હોય એવું પહેલી વખત બન્યું હતું. ધનંજય એ પારખી ગયો હતો. શ્રુતિ વારે ઘડીએ દરવાજા સામે ને પછી ઘડિયાળ સામે જોઈ લેતી. લગભગ બેએક કલાકથી એ દર પાંચ મિનિટે આમ કરતી હતી. એની રાહ જોવાની તાલાવેલી જોઈ લાગતું હતું કે એ કોઈ ખાસ વ્યક્તિની રાહ જોઈ રહી હશે. હવે શ્રુતિને લાગ્યું કે રાહ જોવી બેકાર છે એટલે એ ડાઈનીંગ ટેબલ પર જમવાનું પીરસવા લાગી,