હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૭

  • 4.3k
  • 1.2k

માતાની આજ્ઞા થયા બાદ હું હસ્તિનાપુર મહારાજનું પ્રતિનિધિત્વ કરવા માટે કાશી રાજ દરબારમાં જવા માટે નિકળ્યો. મારી વિડંબણા એ છે કે મારી ભુતકાળની એક ભુલની સજા મારે આ સમાજ પાસેથી વારંવાર મેળવવાની છે. ક્યારેક ક્યારેક મને એવું લાગતું કે હું હું સમયની રમતનું એક પ્યાદું બની ગયો છું. કાશીની રાજસભામાં પહોંચ્યો તો હું શું જોઈ રહ્યો છુ. હસ્તિનાપુર સેવાયના બધા જ રાજ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. તઓ મને જોઈને મારી મજાક ઉડાડવા લાગ્યા. તેઓ દ્વારા મારા વિષે વ્યંગાત્મક વાતો થવા લાગી. પરંતુ તેઓ મારા વિષે બોલતા હતા તેવામાં કાશી નરેશના મહામંત્રી બોલ્યા, “પરંતુ અમે આપને આ સ્વયંવરમાં આમંત્રણ જ નથી આપ્યું.