રિયા - the silent girl (part - 1)

  • 4.4k
  • 2
  • 1.7k

" ચાલો બાળકો ફટાફટ તૈયાર થઈ જાઓ જુઓ બહાર અંજના માસી આવ્યા છે." અનાથ આશ્રમ ના બાળકો ને સાચવતા પૂનમબહેન એ બાળકો ને બહાર બોલાવતાં કહ્યું. બધા બાળકો તો તૈયાર થઈ ખુશખુશાલ થઈ ને અંજના માસી ને મળવા બહાર દોડી આવ્યા... અને તેની ફરતે ટોળું વળી ગયા. અંજના બહેન એટલે અનાથાશ્રમ ના માલિક સૂરજભાઈ ની પત્ની. ખૂબ જ પ્રેમાળ અને બાળકો ને પણ તેના પ્રત્યે ખૂબ જ લાગણી. દરેક બાળક જાણે અંજના બહેન નું પોતાનું જ સંતાન હોઈ તેમ સાચવતા. આજે અંજના બહેન બધા બાળકો માટે નવા કપડાં લઈ ને આવ્યા હતા. બધા બાળકો અંજના