"આવ જીયા જોઈ લે તારો રૂમ. આ તારો બેડ છે. અને આ.... " હાકુબેન જીયાને રૂમ બતાવતા બોલ્યા. "હાય, હું છું સોનિયા અને તું?? " રૂમમાં રહેલ છોકરીએ જીયાને પોતાનો પરિચય આપતાં કહ્યું. 'હાય... હું જીયા. " જીયાની સુંદરતા આંખે ઉડીને વળગે એવી હતી. ગોરો દૂઘ જેવો વાન, લાંબો તેલવાળો ચોટલો, ચહેરા પર કુદરતી સૌંદર્ય. કંઈજ કર્યું નાં હોવા છતાં તે મનમોહક લાગી રહી હતી. "સારુ છોકરીઓ તમે વાતું કરો. હું જાઉં સુ. સોની આને બધું હમજાઇ દેજે હો ને. " આટલું કહીને હાકુબેન રૂમની બહાર નીકળી ગયા. "તો તું અહીંયા ક્યાંથી આવી?? " સોનિયાએ પોતાના અવાજમાં રુક્ષતા દાખવતા પૂછ્યું. "હું ભાવનગરથી આઈવી છું. અહીંની એન્જીનીયરીંગ