મારા સર્વ વાચક મિત્રોને મારા જય જય ગરવી ગુજરાત. આજે મારે તમને વાત કરવી છે યોગ અને આપણા જીવન વિશે. મિત્રો આપણે યોગ શબ્દ સાંભળીએ એટલે તરત જ મનમાં થાય કે શરીરની અલગ-અલગ કસરત, પ્રાણાયામ ઈત્યાદી!પરંતુ યોગ શું આટલા માટે જ સીમિત રહે છે? મારો જવાબ છે ના. મારા અનુભવ અને વાંચન ને આધારે યોગનું આપણા જીવનમાં વિશેષ મહત્વ રહેલું છે. જે હું આજે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. યોગની વ્યાખ્યા અલગ-અલગ વિદ્વાનોએ અલગ-અલગ આપી છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ શ્રીમદ ભગવદગીતામાં યોગની વ્યાખ્યા આપી છે “योगः कर्मसु कौशलम।” અર્થાત કાર્યમાં કુશળતા એટલે યોગ. મારે