કેટલાંક સમય બાદ હર્ષને તેના મિત્રોનો કોલ આવે છે. સામે અભી વિધિનું પત્ર મળ્યું હોવાની જાણકારી હર્ષને આપી રહ્યો હતો. હર્ષ આ સમાચાર સાંભળી આનંદ અને ઉલ્લાસથી કુદકા મારવા લાગી જાય છે. તેના મનમાં એક આનંદની લહેર દોડી જાય છે. કારણ કે, જે દિવસનો ઇંતેજાર હતો કદાચ આ એ દિવસ હોઈ શકે છે. આ વિચાર સાથે જ હર્ષના મનમાં કેટલાંક વિચારો આવવા લાગે છે. વિધિએ આ લખ્યું હશે. વિધિ એ તે લખ્યું હશે. તે મને મળવા આવવાની હશે. તે મને અપનાવશે. "પણ હર્ષ પુરી વાત તોહ, સાંભળ!" આલોક એ કહ્યું. "આલોક પુરી વાત નહિં પહેલાં મને પત્રમાં શું લખ્યું છે?