અઠવાડિયું પૂરું થવા આવ્યું હતું, પલકને હવે હોસ્ટેલ જવાનું હતું માટે સામાન પેક કર્યો અને બીજા દિવસે તેના પપ્પા સાથે હોસ્ટેલ પહોંચી ગઇ. જેની પણ પહોંચી જ ગઈ હતી. બંને ફરી સાથે રહેવા લાગી હતી. હોસ્ટેલ પહોંચ્યાની રાતે જ પલક પર રુદ્રનો મેસેજ આવ્યો, " હાઈ પલક.. મારે તને મળવું છે , શું આપણે કાલે મળી શકીએ ?" થોડીવાર માટે તો પલક ચૂપ જ થઈ ગઈ, તેને મેસેજનો જવાબ પણ ન આપ્યો અને ઘણું બધું વિચારવા લાગી, જેની તેની પાસે જ બેઠી હતી. થોડી વાર પછી પલકે ફરી એ જ મેસેજ વાંચ્યો અને જવાબ ન આપ્યો. તરત જ રુદ્રનો કોલ