પ્રકરણ ૯ તેની સાથે સાથે ગર્લ્સ હોસ્ટેલ માં પણ એક રૂમની લાઈટ ચાલુ થયેલી. તે છોકરી બારી પાસે ઊભી પોતાનો હાથ જોઈ રહી હતી અને ધીમા સ્વરે બબડી રહી હતી. કોણ હશે એ…? અહીંયા શું કામ આવ્યો હશે… ? જો તે રેગીંગનો બદલો લેવા જ આવ્યો હતો તો પછી.... બહાર કેમ ઉભો રહ્યો અને... ખરેખર એ ચોર હતો તો મને જોઈને ડરી ગયો હોત.... અને આમ , પણ તે ચહેરા થી તો એવો દેખાઈ રહ્યો ન હતો. તેની આંખ સામે રેયાંશ નું ચિત્ર ઊભું થઈ રહ્યું હતું.