"કંકુ ,જરા વાર રાહ જોજે થોડા વાસણ છે હું કાઢી આપું " કહેતાં વજુ બા ચોકડી પાસે આવી ઉભા. "હરુ બા" કેતી કંકુ વાસણ માં થી એંઠવાડ કાઢવા લાગી. આશરે ચાલીસેક વર્ષ ની કંકુ 6 ઘર ના કચરપોતા અને વાસણ કરતી હતી. એકવડીઓ બાંધો ,શ્યામ કહી શકાય એવું શરીર, તેલ નાખી ને ચપ્પટ ઓળેલા વાળ એમાંય નંગ વાળી પીનો તો લાગેલી જ હોય. બોલકી એવી ને કે ક્યારેય એનું મો બંધ ના રહે કંકુ સવારે પોણા સાતે તો હજાર જ હોય . કંકુ ફટાફટ વાસણ ઘસવા લાગી એટલામાં તો વજુબાએ વધારાના વાસણ આપ્યા. "બા, મુ કાલ ગોમડે જુ 'સુ ગુરુવાર