પિશાચિની - 3

(161)
  • 15.1k
  • 9
  • 10.1k

(3) મલ્ટીપ્લેક્ષ થિયેટરના ટોઇલેટ-બાથરૂમમાં જિગર તેના બન્ને હાથે તેની કંપનીના મેનેજર ધવનનું ગળું ભીંસી રહ્યો હતો. ધવનનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. જિગરે આ રીતના તેનું ગળું ભીંસવા માંડયું હતું એના આંચકામાંથી બહાર આવતાં ધવને જિગરના હાથમાંથી પોતાનું ગળું છોડાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. તેણે જિગરના બન્ને હાથ કાંડા પાસેથી પકડીને એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો, પણ જિગરના હાથની પકડ એટલી બધી મજબૂત હતી કે, એ જિગરના હાથને જરાય હલાવી શકયો નહિ. અને ઉપરથી જિગરે પોતાના હાથની ભીંસ ઓર વધારી. ધવનનો શ્વાસ ઓર વધુ રૂંધાવાની સાથે જ હવે એને એમ લાગ્યું કે, એનો જીવ નીકળી રહ્યો છે. અને...., ....અને આની થોડીક પળોમાં