સારિકા

(22)
  • 4.3k
  • 1.2k

સારિકા ઓફિસ માં હતી.કામ માં ઘણી જ વ્યસ્ત હતી.દિવાળી નજીક હતી એટલે ઓફિસ માં પણ થોડું કામ નું પ્રેશર વધારે હતું.એવા માં એનો મોબાઈલ રણક્યો."ૐ ગણ ગણપતેય નામો નમઃ......." આ એનાં મોબાઈલ ની રીંગ ટોન હતી.મોબાઈલ હાથ માં લઈ એણે જોયું તો મમ્મી નો કૉલ હતો."હલૉ ,હં,બોલ."થોડાં થાકેલા અવાજે સારિકા બોલી.સામેથી મમ્મી બોલી,"કેમ અવાજ ઢીલો લાગે છે?"સારિકા બોલી -"જરા કામનો થાક છે,બસ."મમ્મી બોલી-"થોડાં ઓછા કરી નાખ ને ક્લાયન્ટ.અચ્છા સાંભળ ‌ ભાઈ -બીજ નાં દિવસે ઘરે જમવાનું રાખેલ છે તો જમાઈ બાબુ અને યશ સાથે તારે આવી જવાનું છે."સારિકા એ