ભોંયરાનો ભેદ - 2

(29)
  • 6.5k
  • 1
  • 4.1k

ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૨ : ખંડેરનું ભોંયરું ફાલ્ગુની અને એનાં ભાઈબહેનને ખબર નહોતી, પણ શીલાનો ભેદ ઘણો ઊંડો હતો. આ છોકરાંઓને જોઈને એ ભારે વિમાસણમાં પડી ગઈ હતી. એ ધીમે પગલે ઘરની અંદર ગઈ. એક ઓરડામાં એણે ભયભરી નજર નાખી. સામે એક ટેબલ-ખુરશી પર એના મામા બેઠા હતા. મામા સામે જોતાં એ હંમેશા ડરતી. કારણ કે મામાનો દેખાવ ખૂબ ડરામણો હતો. એ શરીરે નીચા અને જાડા હતા. એમની ફાંદ ખૂબ મોટી હતી અને ચહેરો ગોળમટોળ હતો. એ ચહેરામાં એમની બે નાની આંખો ગેંડાના મોટામસ જડબાં ઉપર બેસાડેલી નાની આંખો જેવી લાગતી. એમની હડપચી ભારે હતી અને હોઠ