આજે તમારી બાવીસ વર્ષની દીકરી ક્રેયાએ તમને કહ્યું.'કૉલેજના વસંતોત્સવ કાર્યક્રમમાં મારે એક ગીત ગાવાનું છે.તું પણ મારી જ કૉલેજમાં ભણેલી છે,મમ્મી.મારા આચાર્ય સાહેબ કહેતાં હતાં કે તું કૉલેજના લાસ્ટ યરમાં હતી ત્યારે તેં પણ વસંતોત્સવના દિવસે એક ગીત ગાયેલું. એ જ ગીત સાહેબે મને ગાવા કહ્યું છે.સાહેબ કહેતાં હતાં કે તારો અવાજ પણ તારી મમ્મી જેવો છે એટલે એ ગીત તું બહુ સરસ રીતે ગાઈ શકીશ.એ કયું ગીત હતું મમ્મી?તારી પાસે છે?તું મને એનો રાગ શીખવાડીશ?' તમારાથી બોલાઈ ગયું'ઓહ!' ક્રેયાએ કહ્યું 'કેમ મમ્મી,શું થયું?તમે અસ્વસ્થ થઈ ગયા?' 'ના,ના બેટા આ તો કૉલેજના એ વખતના અમારા યુવાન લેકચરર અને હવે તારા