પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-59 અઘોરનાથ ગુરુજીની સાક્ષીમાં વિધુ-વદૈહીનો મૃત્ય પછીનાં ભવ જે પ્રેતયોનીમાં હતો એની કબૂલાત અને સ્પષ્ટતાઓ ચાલતી હતી અઘોરનાથ બાબાએ કાયાપ્લટ કરેલી એ પુરી થઇ અને માનસને એનાં દેહમાં સ્વતંત્ર કરેલો બધી પ્રેતયોની વાતો ચાલુ હતી. માનસનાં જીવમાં હાંશકારો નહોતો કોઇક અતૃપ્તિ હજી એને સતાવી રહી હતી એણે મનસાને કહ્યું આ ભવ આપણે આવી રીતે મળવાનું હશે ખબર જ નહોતી પણ એકવાત ચોક્કસ છે કે મારો પ્રેમ અને તારો પ્રેમ એવી પરાકાષ્ઠાએ હતો અને જેટલો આપણે પ્રેમ કર્યો કોઇપણ પરિસ્થિતિમાં પીડા ભોગવી, વિરહ ભોગવ્યો, કેટલીયે યાતનાઓ સહી પણ આપણે પ્રેમ કરતાંજ રહ્યાં અને એજ આજે આપણુ મિલન અહીં માં