પ્રિયા - ભાગ 2

  • 3.3k
  • 1
  • 1.1k

પ્રિયા મેનેજરની કેબીન માં ગયી તો ત્યાં જે રવિ સાહેબે તેનો ઇન્ટરવ્યુ લીધો હતો તે અને એક બીજા બેન પણ બેઠાં હતાં તેમણ સોનેરી ફ્રેમના નંબરનાં ચશ્માં પહેર્યાં હતાં તેમની ઉંમર પીસ્તાલીસ થી પચાસની દેખાતી હતી પરંતું તેમણ શરીર સાચવી જાણ્યું હતું તેમના મોઢાનુ તેજ એવું હતું કે પ્રિયા અંજાઇ ગયી. જોકે રવિ એ તેની ઓળખાણ મીસ પ્રિયા કહીને આપી અને ન્યુ એકાઉન્ટન્ટ. એટલે તેમણ કોલ બેલ દબાવી અને એક પ્યૂન આવ્યો. અને કહે આ મીસ પ્રિયા છે અને તેમને તેમનું ટેબલ બતાવી દે હુ આવું છું અને પ્રિયા તેની સાથે ચાર નંબરનું ટેબલ ખાલી હતું ત્યાં ગયી