નેત્રિ નામનાં બદલે "DESTINY" નામ રાખ્યાં પછી મનમાં જ વિચારે છે કે ખરેખર આ DESTINY(નિયતિ) જ કહી શકાય કે અમે દૂર દૂર સુધી કાંઈ લેવા દેવા ન હોવાવાળા બંને અજાણ વ્યક્તિ આજે એક બીજાને નજીક છીએ અને સારા મિત્ર છીએ. ઘણાં ઓછા સમયમાં સંબંધોના આટલા મોટા અંતરને ખૂબજ ઝડપથી કાપી લીધો હોય એવો અનુભવ થઈ રહ્યો છે અને મારી માટે આ ખુશીની વાત ગણી શકાય કે જે રીતનું જીવન હું આજસુધી જીવી રહ્યો હતો એ જીવનપ્રણાલી જોતા મારા મિત્ર કરતા દુશ્મન વધુ હોવાની શક્યતા રહેલી છે છતાં પણ જો નેત્રિ મારી મિત્ર બની