જોકર – સ્ટૉરી એક લુઝરની – 44

(67)
  • 6.3k
  • 3
  • 2.5k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 44 લેખક – મેર મેહુલ અમે નિધિના પાપાને ટાર્ગેટ કર્યા હતા.મારી બધી હરકતો પર તેની નજર હતી.અમે તેની પાસેથી વાત કઢાવી તેનો ખેલ ખત્મ કરવાના જ હતાં ત્યાં તેણે મારાં બડી અને બાપુના મૃત્યુ પર મોટું પ્રશ્નાર્થચિન્હ રાખી દીધું હતું. બકુલે તેનાં પર ગોળી મારી પણ મારે મારાં માતા-પિતાને મૃત્યુનું કારણ જાણવું હતું એટલે મેં બકુલનો નિશાનો ચૂકવી દીધો. “તે મારાં પાપાને મારવાની કોશિશ કરી?”નિધિ ફોનમાં રાડો પાડતી હતી.હું તેને હકીકત જણાવવા નહોતો ઇચ્છતો.મેં માત્ર એટલું જ કહ્યું હતું કે તેણે આપણને ડેરીડોનમાં જોઈ લીધાં અને જુવાનસિંહને બધી બાતમી આપી દીધી.હું કોઈપણ